ગેમ રસિકો માટે એક મહત્વ ના સમાચાર એ છે કે હવે થી પોકોમેન ગેમ રસિકો રમી શકશે ,રિલાયન્સ Jio ઇન્ફોકોમે જણાવ્યું છે કે તે પોપ્યુલર ગેમ Pokemon Go ને આજથી ભારતમાં લોન્ચ કરશે. રિલાયન્સે આની માટે નીએટીક સાથે પાર્ટનરશીપ પણ કરી છે.નીએટીકએ સમગ્ર દુનિયામાં ધૂમ મચાવનાર ઓગ્મેન્ટેડ રીયલીટી ગેમ Pokemon Go ને ડેવલપ કરી છે.
રિલાયન્સ Jio એ જણાવ્યું છે કે જે ગ્રાહક તેનું સીમ વાપરે છે તે આ Pokemon Go ગેમ રમી શકશે અને તેમજ ૩૧ માર્ચ સુધી તેના ડેડાનો પણ કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.
આ ગેમમાં રિલાયન્સ ડીઝીટલ સ્ટોર્સ, Jio રીટેલ લોકેશન અને ચાર્જીગ સ્ટેશન આ ગેમને ઓપન કરનારા પોકેસ્ટોપ્સ અને જીમ્સ તરીકે દેખાશે. આ ગેમ ૧૪ ડિસેમ્બર એટલે કે આજથી એકટીવેટ થશે.
Jiochat પોકેમોન પ્લેયર્સ એક્સલુસીવ Pokemon Go ચેનલને એક્સેસ કરી શકશે. જેમાં તેમને દરરોજ ડેલી ટીપ્સ,કન્ટેટ અને કલુ વગેરે મળશે. કંપની તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નીએટીક સાથે અમારી ભાગીદારીના લીધે અમારા ગ્રાહક Jio મોબાઈલ બ્રોડબેન્ડ પર પણ આ ગેમને એન્જોય કરી શકશે. આ પ્રકાર ના સમાચાર ને પગલે ગેમ રસિકો માં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે