નવી દિલ્હી: નોકીયા બ્રાન્ડના ગ્લોબલ વેચાણ પર અધિકાર ધરવાનર કંપની એચએમડી ગ્લોબલે ઇન્ડિયન માર્કેટમાં ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. એન્ડ્રોઈડ બેઝડ આ સ્માર્ટફોન 16 જૂનથી માર્કેટમાં આવશે. તેની કિમત 9,499 રૂપિયાથી શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નોકીયા-3 અને નોકીયા-5 માત્ર દુકાનો પર મળશે. નોકીયા-3ની કિમત 9,499 રૂપિયા અને નોકીયા-5ની કિમત 12,899 રૂપિયા રહેશે. નોકીયા-3 16 જૂનથી માર્કેટમાં ઉપલબ્ધ હશે જ્યારે નોકીયા-5 માટે 7 જુલાઇથી બુકિંગ શરૂ થશે. આ સિવાય નોકીયા-6ની કિમત 14,999 રૂપિયા હશે જેનું બુકિંગ 14 જુલાઇથી એમેઝોન પર શરૂ થશે.