ડીટેલ કંપનીએ ગઇકાલે દેશનો સૌથી સસ્તો બેઝીક ફિચર ફોન લોન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ ફોન માત્ર રૂ.ર૯૯માં ગ્રાહકને ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્યારે આ ફોન ઇ-ડીસ્ટ્રીબ્યુશન સાઇટ બીરબીઅડ્ડાડોટકોમ પર ઉપલબ્ધ છે. આવતા મહિને આ ફોનને બજારમાં ઉતારવામાં આવશે.
કંપનીના ફાઉન્ડર યોગેશ ભાટીયાએ કહ્યુ છે કે ડિસેમ્બર સુધીમાં ૧૦ લાખ ફોન વેચવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ફોન એવા લોકો માટે છે કે જેમની પાસે અત્યારે ફોન નથી કે તેઓ સ્માર્ટ ફોન રાખી નથી શકતા.
દેશમાં હજુ પણ ૪૦ કરોડ લોકો એવા છે જેમની પાસે મોબાઇલ ફોન નથી. આવા લોકો સુધી પહોંચવા માટે અમે બેઝીક ફોન બજારમાં ઉતાર્યા છે. ગઇકાલે આ ફોન ઉદ્યોગ વિહારમાં બીરબીઅડ્ડાના એકસ્પીયરન્સ વર્લ્ડના ઉદ્દઘાટનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો
.
આ ફોનમાં ૧.૪૪ ઇંચનો મોનોગ્રામ ડિસ્પ્લે છે અને તેની બેટરી ૬પ૦ એમએએચની છે. આ સીંગલ સીમ છે પરંતુ તેમાં એક બેઝીક ફીચર ફોનના બધા ફિચર્સ છે. તેમાં ટોર્ચ, ફોનબુક, એફએમ રેડીયો અને સ્પીકર સાથે વાયબ્રેશન મોડ પણ આપવામાં આવેલ છે.