રિલાયંસ જીયોની લોભામણી ઑફેંરોને કારણે એના યુઝર્સની સંખ્યા આશરે 6 કરોડ ગઈ છે. બધા જ યુઝર્સ જીઓ ની ફ્રી વોઈસ કોલ અને ઈન્ટરનેટનો લાભ ઉથાવી રહ્યા છે.
જયારે બીજી તરફ અન્ય ટેલિકોમ કંપનીઓ ને આનથી ઘણુંજ નુકસાન થઇ રહ્યું છે જેના કારણે માર્કેટની બીજી કંપનીઓના માલિકો ખુબજ રોષે ભરાયા છે. જીઓની ફ્રી વોઈસ કોલ અને ઈન્ટરનેટનો કેટલીક બીજી કંપનીઓએ કેસ રજુ કર્યો છે. તો હવે રિલાયંસ જીયોની વેલકમ ઓફર કે જે 31 માર્ચ સુધી ફ્રી સર્વિસ આપવાના હતા એ કડાચ બંધ થઇ શકે છે.
જીઓની ફ્રી સર્વિસને લઈને અન્ય કંપનીના કોલ્સ અને ઈન્ટરનેટ સુવિધાને ઘણુંજ નુકશાન જય રહ્યું છે, જો કે ભારતની એરટેલ કંપનીએ રિલાયંસ જીયોને નિર્ધારિત ૯૦ દિવસ બાદ પણ ફ્રી ઓફરની અનુમતિ આપવાનો ટ્રાઈનાં નિર્ણય વિરુદ્ધ દૂરસંચાર વિવાદ ન્યાયાધીકરણ ટીડીએસમાં અરજી દાખલ કરી છે. કંપનીનું કહેવુ છે કે, માર્ચ ૨૦૧૬ થી ટ્રાઈ શુલ્ક ના નિર્ણયનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેનાથી એરટેલ અને બીજી ટેલિકોમ કંપનીને નુકસાન થઇ રહ્યું છે. અને ફ્રી વોઇસ કોલ ની સર્વિસ ના બીજી કંપનીઓના નેટવર્કમાં પ્રોબ્લેમ થઇ રહ્યો છે.
આ ઉપરાંત રિલાયંસ જીયોની બ્રાન્ડ લાઈફે LYF Wind 7s મોડલ નામનો વધુ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેની કિંમત 5,699 રૂપિયા હોઈ શકે છે.