દેશની ટેલીકોમ કંપની Airtel એ બુધવારે એક નવી જાહેરાત કરી છે. જેમાં તે પોતાના ફિક્સ્ડ લાઈન યૂઝર્સ માટે નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ Airtel ના હાલના યૂઝર્સને ફ્રી કોલ્સની સાથે ત્રણ મહિના સુધી ફ્રી ડેટા મળશે. Airtel કંપનીએ જણાવ્યું છે કે, તેણે પોતાની નેટવર્કને અપગ્રેડ કરી છે અને તેમજ વી-ફાઈબર ટેક્નોલોજીનો યુઝ કરાયો છે.
જેનાથી બ્રોડબેન્ડ કનેક્શન પર 100 MBPSની સ્પીડ મળશે. Airtel એ ડીટીએચ સેક્ટરમાં પણ છે અને તે સેટેલાઈટ બ્રોડકાસ્ટિંગ લાવવાની છે. Airtel ની પાસે 3.51 લાખ ફિક્સ્ડ-લાઈન સબ્સક્રાઈબર્સ છે. વાયરલેસ અને વાયર્ડ કનેક્ટિવિટીની સાથે જ આ ગ્રાહકો માટે ટોચની કંપની બની જશે. જિયોની માફક જ Airtel પ્રથમ ત્રણ મહિના માટે ગ્રાહકો પાસેથી ડેટા ફ્રી આપશે. કંપની તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં લે.
માત્ર 1000 રૂપિયાનું એક મોડેલ લેવું પડશે, જે ઈએમઆઈ પર ઉપલબ્ધ છે. બેસિક પ્લાન 599 રૂપિયાથીશરૂ થશે, જેમાં 10 જીબી ડેટા મળશે. તેમાં વધારાના 99 રૂપિયા આપીને ફ્રી કોલિંગની સુવિધા લઈ શકાય છે. 1299 રૂપિયાના 60 જીબીવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ફીચર પણ હશે.