એરટેલ અને વોડાફોન આ બંને કંપનીઓ જિયોને ટક્કર આપવા માટે સતત નવી ઓફર્સ લોન્ચ કરી રહી છે. આ ક્રમમાં એરટેલે અક ફેસ્ટિવલ સીઝન પર 100 ટકા કેશબેક ઓફર લોન્ચ કરી છે. આ ઓફર 349 રૂપિયાના પ્લાન પર માન્ય ગણાશે અને આ લિમિટેડ પિરિયડ ઓફર છે. આ પહેલા આવી જ ઓફર જિયોએ પણ લોન્ચ કરી હતી જેમાં 399ના રિચાર્જ પર કેસબેક મળતું હતું.
એરટેલનો આ પ્લાન માત્ર અમુક સમય માટે જ છે પરંતુ તે હજુ નક્કી નથી કે પ્લાન ક્યારે ખતમ થશે. જાણો આ ઓફર કેવી રીતે લાભ લઈ શકો છો. આ ઓફરની કેટલીક શર્તો સાથે લાભ લઈ શકો છો. આ પ્રીપેડ ગ્રાહકો માટે છે અને કેશબેક એક વારમાં નહીં મળે. પહેલા તમે 349 રૂપિયા આપીને રિચાર્જ કરાવશો. આ પછી કેશબેક તરીકે તમને 349 રૂપિયા પાછા મળશે. આ પૈસા તમને સાત ઈન્સ્ટોલમેન્ટમાં મળશે. અને તેના માટે સાત મહિનાનો સમય લાગશે. આ ઓફર માટે યૂઝર્સે એરટેલ એપ દ્વારા એરટેલ પેમેન્ટ બેન્કથી રિચાર્જ કરાવવું પડશે.
પહેલા મહિનામાં કોઈ રિફન્ડ નહીં મળે. કેશબેક બીજા મહિનાથી મળવાનું શરૂ થશે. એકવારમાં માત્ર 50 રૂપિયા કેશબેક મળશે. આવી રીતે સાત મહિનામાં તમને 349 રૂપિયાનું પુરું કેશબેક મળશે. આ ઓફર એરટેલ માય એપ પર ઉપલબ્ધ છે.