એપલે પોતાની 10મી વર્ષગાંઠ નિમિત્તે તેના ચાહકોને આઈફોન Xની ભેટ આપી હતી આ ફોનનું પ્રિ બુકિંગ ભારતમાં આજે 27 ઓક્ટોબરથી શરુ કરવામાં આવ્યું છે. એપલનો સૌથી મોંઘો ફોન હવે ભારતમાં પણ મળશે જો કે હજુ સુધી તેની કોઈ સત્તાવાર ઘોષણા નથી થઈ પરંતુ એવું કહેવામાં આવે છે કે સિટી બેંકના ક્રેડિટ કાર્ડ પર iPhone X ખરીદવા પર કેશબેકની ઓફર મળી શકે છે. તેમ ફોનની ખરીદી પર 10%ની છૂટ પણ મળી શકે છે. અલબત્ત હજુ સુધી એમેઝોન પર કોઈ એવી ઓફર ઉપલબ્ધ નથી. પરંતુ ફ્લિપકાર્ટ HDFC બેંકના EMI ટ્રાન્ઝેક્શન પર 10%નું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.
આ વર્ષે લોંચ થયેલા 3 iPhone મોડેલ્સમાં આ એકમાત્ર ફોન છે જેમાં OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1125*2436 પિક્સલ છે. કંપનીએ આ ડિસ્પ્લેને સુપર રેટિના ડિસ્પ્લે નામ આપ્યું છે. આ ફોનની બોડીમાં ફક્ત ગ્લાસ અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનનું ફ્રન્ટ અને બેકપેનલ ગ્લાસની છે. જ્યારે બોડી સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે. આ ફોનમાં કોઈ હોમ બટન નથી આપવામાં આવ્યું. હોમ પર જવા માટે તમારે સ્ક્રીનને નીચેથી ઉપર તરફ સ્વાઇપ કરવી પડે છે.
આઇફોનના મોડેલમાં સિક્યોર લોકિંગ માટે ફિંગરપ્રિન્ટ સેન્સર નથી. ટચ આઈડીને ફેસ આઈડી સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યું છે. જે તમારા ચહેરાને ઓળખીને iPhone Xને અનલોક કરશે. સાથે જ પાસવર્ડની સુવિધા પણ છે. તો અંધારામાં પણ ફેસ રિકોગ્નિશન માટે આગળની તરફ ઇન્ફ્રારેડ કેમેરો આપેલો છે જે અંધારામાં પણ તમારા ચહેરાને ઓળખી લે છે. કંપનીનો દાવો છે કે ફેસ આઇડી ટચ આઈડી કરતા વધુ ઝડપી અને સુરક્ષિત છે.
આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા છે. તેની બેટરી આઈફોન 7 કરતા 2 કલાક વધુ ચાલશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. iPhone X બે વેરિએન્ટમાં માર્કેટમાં ઉલબ્ધ કરાવવામાં આવ્યો છે. 64 GB અને 256 GB ફોન છે. જેની કિંમત અનુક્રમે 89000 અને 1,02,000 રાખવામાં આવી છે.