ઘરમાં રાખેલા જૂના ટીવીથી કંટાળી ગયા હો તો હવે તેને બદલીને નવું ટીવી લઈ આવવાનો સમય છે. ઘણી કંપનીઓ પોતાના પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. એવામાં અમે તમારા માટે કેટલીક ખાસ કંપનીઓનું લિસ્ટ લાવ્યા છીએ, જે 20,000થી ઓછી રકમમાં સ્માર્ટ ટીવી ખરીદવા માટે સારું ઓપ્શન છે.
Vu 39 ઈંચ ફૂલ HD LED TV: દિગ્ગજ ટીવી નિર્માતા કંપની Vuએ પોતાના ટીવી મોડલ્સની ઘણી રેન્જ બજારમાં ઉતારી છે. કંપનીએ 20,000થી ઓછી કિંમતમાં H40D321નું 39 ઈંચનું ફૂલ HD ડિસ્પલે ટીવી હાલમાં રજૂ કર્યું છે. તેમાં અન્ય પણ કેટલાક સ્માર્ટ ટીવી જેવા ફીચર્સ આપેલા છે. તેમાં આપેલું કનેક્ટિવિટી ફીચર બીજા દેશોની તુલનામાં તેને ખાસ બનાવે છે. આ ટીવીમાં 2 યૂએસબી પોર્ટ્સ, 1 હેડફોન જેક અને 1 RGB પોર્ટ સાથે આવે છે. સાથે જ તેમાં ઉપલબ્ધ બ્રાઉઝરની મદદથી તમે ઈન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકો છો. Vuના આ ટીવીની કિંમત 19,998 રૂપિયા છે.
માઈક્રોમેક્સ 32 ઈંચ HD Ready LED: માઈક્રોમેક્સનું 32 ઈંચનું મોડલ L32FIPS117HD બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તું ટીવી છે. તેની કિંમત 16,998 રૂપિયા છે. ટીવીમાં 2 સ્પીકર છે. કનેક્ટિવિટી માટે તેમાં 2 USB પોર્ટ્સ, 1 HDMI પોર્ટ. 1 હેડફોન જેક, 1 પીસી ઓડિયો ઈન પોર્ટ અને VGA પોર્ટ આપેલો છે.
પેનાસોનિક 32 ઈંચ HD Ready LED: પેનાસોનિક કંપનીએ પોતાના મોડલ TH-32C350DXને 32 ઈંચની LED ડિસ્પલે સાથે રજૂ કર્યું છે. આ ટીવી તમને 176 ડિગ્રી વ્યૂઈંદ એન્ગલ આપે છે. જે તમારા ટીવીના અનુભવને વધારે સારો બનાવે છે. ટીવીમાં 1 USB પોર્ટ છે, જે મ્યૂઝિક સ્ટ્રિમિંગ સપોર્ટ કરે છે. સાથે જ તેમાં 1 RGB પોર્ટ પણ આપેલો છે. પેનાસોનિકના આ મોડલની કિંમત 16,998 રૂપિયા રાખવામાં આવી છે.