નવી દિલ્હી : બજાજ ઓટોએ તેના વાહન લાઇનઅપની કિંમતમાં વધારો કરીને પલ્સર એનએસ 200 ( Pulsar NS200)ની કિંમતમાં વધારો કર્યો છે. અગાઉ તેની કિંમત 1 લાખ 25 હજાર રૂપિયા (એક્સ શોરૂમ) હતી અને હવે તેમાં રૂ .3501નો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેની કિંમત વધીને રૂ .1 લાખ 28 હજાર 500 (એક્સ શોરૂમ) થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે, કંપનીએ તાજેતરમાં આ બાઇક્સને BS6 એન્જિનથી અપડેટ કરીને લોન્ચ કરી છે. નવા અપડેટની સાથે સાથે કંપનીએ આરએસ 200 માં ડ્યુઅલ ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) નો પણ સમાવેશ કર્યો હતો. જો કે, સિંગલ ચેનલ એબીએસ હજી પણ એનએસ 200 પર આવી રહી છે. આ સિવાય આ બાઇકોમાં એમઆરએફના નાયલોગ્રીપ ટાયરની સાથે 17 ઇંચના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે. આ બાઈક્સ ભારતીય માર્કેટમાં 200 સીસી સેગમેન્ટમાં ખૂબ જ લોકપ્રિય છે.
એન્જીન:
બંને બાઈક્સમાં કંપનીએ 200 સીસી ક્ષમતાનો સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન લગાવ્યું છે જે 24.5hp પાવર અને 18.5Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6-સ્પીડ ગીઅરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.