ફેસબુકમાં ફેક એકાઉન્ટથી સંબંધીત ચર્ચાઓ સતત ચાલતી રહે છે. આ ઉપરાંત 2016માં અમેરિકી ચૂંટણીમાં રશિયાની દખલના સંબંધમાં પોતાની ભૂમિકાને લઈને ફેસબુક પહેલાથી જ તપાસની શંકામાં છે. આ વચ્ચે હવે ફેસબુકે સ્વીકાર કર્યો છે કે તેના પ્લેટફોર્મ પર 27 કરોડ એકાઉન્ટ્સ ડમી અથવા નકલી છે.એટલેકે ફેસબુક પર 27 કરોડ એકાઉન્ટ્સ ખોટા છે.
ધ ટેલિગ્રાફની રિપોર્ટમાં શનિવારે કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયા દિગ્ગજે આ અઠવાડિયે પોતાના ત્રિમાસિક આંકડા જાહેર કર્યા હતા. અને સાથે જ ખુલાસો કર્યો કે તેમને જેટલું અનુમાન લગાવ્યું હતું તેનાથી દસ લાખ ગણા વધારે ડમી કે નકલી એકાઉન્ટ્સ છે ફેસબુક પર
આ ઉપરાંત ગયા મહિનાના અંતે એક ખબર આવી હતી કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે પોલિટીકલ જાહેરાતોને પારદર્શી બનાવવાનો વાયદો કર્યો છે. આ દ્વારા ફેસબુક સોશિયલ નેટવર્ક યુઝર્સને જાહેરાત આપનારાઓની ઓળખાણ અને તેમની સ્થિતિ સહિતની અન્ય મહત્વપૂર્ણ જાણકારીઓ પ્રાપ્ત કરવાની અનુમતિ આપશે.મતલબકે વધુ પારદર્શક બનાવી છે.