ભારતમાં હવે ઝડપથી ગરમી પડવા લાગી છે. તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે. આવી સ્થિતિમાં બધાએ કુલર અને એસી બહાર કાઢ્યા છે. પરંતુ એવા ઘણા લોકો છે જેઓ કુલર માટે શ્રેષ્ઠ વિકલ્પ શોધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઉનાળાના આગમનની સાથે જ કુલરના ભાવ વધી જાય છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે ખૂબ જ ઓછી કિંમતમાં બ્રાન્ડેડ કુલર ખરીદી શકો છો. તમે લગભગ 20 હજાર રૂપિયાનું કુલર એક હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ઘરે લાવી શકો છો. આવો જાણીએ વિગતવાર…
USHA 100 L ડેઝર્ટ એર કૂલર
USHA 100 L ડેઝર્ટ એર કૂલર તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તે મિનિટોમાં રૂમને ઠંડુ કરી શકે છે. ઉષા એર કૂલરની લોન્ચ કિંમત 17,390 રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ પર 12,980 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો તમે Flipkart Axis Bank કાર્ડથી EMI પર કુલર ખરીદો છો, તો તમારે 36 મહિના માટે દર મહિને 450 રૂપિયા ચૂકવવા પડશે.
ઓરિએન્ટ ઇલેક્ટ્રિક 65 L ડેઝર્ટ એર કૂલર
ઓરિએન્ટ ઇલેક્ટ્રિક 65 L ડેઝર્ટ એર કૂલર પણ મિનિટોમાં ઠંડી હવા પહોંચાડે છે. કુલરમાં ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે, જેથી તમે કૂલરને હાઈ, મિડિયમ અને લો પર ચલાવી શકો. કુલરની લોન્ચિંગ કિંમત 15,000 રૂપિયા છે. પરંતુ તે ફ્લિપકાર્ટ પર રૂ.11,800માં ઉપલબ્ધ છે. જો તમે HDFC કાર્ડથી ઈએમઆઈ પર કુલર ખરીદો છો, તો તમારે 24 મહિના માટે દર મહિને 573 રૂપિયા ચૂકવવા પડશે.
સિમ્ફની 125 એલ ડેઝર્ટ એર કૂલર
સિમ્ફની 125 એલ ડેઝર્ટ એર કૂલર 1000 ચોરસ ફૂટના રૂમને સંપૂર્ણપણે ઠંડુ કરી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં વારંવાર પાણી ભરવું પડતું નથી. તેનું વજન પણ માત્ર 24 કિલો છે. તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકાય છે. જ્યારે પાણી સમાપ્ત થાય છે, ત્યારે એલાર્મ વાગવા લાગે છે. Symphony Cooler ની લોન્ચિંગ કિંમત 21,990 રૂપિયા છે, પરંતુ Amazon પર કુલર 19,990 રૂપિયા છે. કુલર પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે HDFC ક્રેડિટ કાર્ડથી ઈએમઆઈ પર કુલર ખરીદો છો, તો તમારે 24 મહિના માટે દર મહિને 969 રૂપિયા ચૂકવવા પડશે.
ફેલ્ટ્રોન 100 લિ. ડેઝર્ટ એર કુલર
ફેલ્ટ્રોન 100 લિ. ડેઝર્ટ એર કૂલરની લોન્ચિંગ કિંમત 16,990 રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ પર 16,065 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો તમે SBI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 1,250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે HDFC કાર્ડથી EMI પર કુલર ખરીદો છો, તો તમારે 24 મહિના સુધી દર મહિને 779 રૂપિયા ચૂકવવા પડશે.
ક્રોમ્પ્ટન 100 લિટર ડેઝર્ટ એર કૂલર
Crompton 100 Ltr ડેઝર્ટ એર કૂલરની લોન્ચિંગ કિંમત રૂ. 21,500 છે પરંતુ ફ્લિપકાર્ટ પર રૂ. 13,760માં ઉપલબ્ધ છે. જો તમે SBI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 1,250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે HDFC કાર્ડથી ઈએમઆઈ પર કુલર ખરીદો છો, તો તમારે 24 મહિના માટે દર મહિને 668 રૂપિયા ચૂકવવા પડશે.