જો તમે એક સ્માર્ટ ફોન યુઝર્સ છો તો તમારા માટે એક સારા સમાચાર છે. Google Assistant થયું વધારે સ્માર્ટ Google Assistantથી તો હવે સૌ કોઈ પરિચિત છે. આ એક આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સની બેસ્ટ Google સર્વિસ છે. આનાથી સ્માર્ટ ફોનને ટચ પણ કર્યા વિના તમે નંબર ડાયલ કરી શકશો એ સાથે જ કઈ જાણકારી કે માહિતી પણ મેળવી શકશો હવે Google Assistant પહેલા કરતાં પણ વધુ સ્માર્ટ થઇ ગયો છે. Google Assistant હવે યુઝર્સ માટે ગીતો પણ સર્ચ કરી શકશે
જો તમે Google Assistantમાં સોંગ શોધવા માંગો છો તો તમે પહેલા તમારા ફોનમાં Google Assistant ઓપન કરી પૂછો કે આ કયું સોંગ છે ત્યાર બાદ સોંગની લાઈન બતાવો તો Google Assistant તમને સોંગ સાથે જોડાયેલી તમામ માહિતી આપશે જેમકે સોંગના સિંગર કોણ છે સોંગ કોણે લખ્યું છે આલ્બમનું નામ શું છે તેમજ સોંગ ક્યારે રીલીઝ થયું હતું આટલી માહિતી માત્ર એક વખતના સર્ચમાં તમને મળી જશે.
Google Assistantમાં ફક્ત હિન્દીના જ નહિ અંગ્રેજી તેમજ કોઈ પણ ભાષાના સોંગ મળી જશે શરૂઆતમાં હિન્દી સોંગ સર્ચ કરતાં Google Assistantને થોડી મુશ્કેલી નડતી હતી પરંતુ હવે આ પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો છે.