વિશ્વભરમાં યુઝ કરાતી પોપ્યુલર મેસેજિંગ એપ Whats Appને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખરેખર તો પ્લે સ્ટોર પર એક ફેક Whats App હોવાનું જણાયું છે. અત્યાર સુધી 5 હજાર લોકો આ Whats Appનો શિકાર બની ચૂક્યા છે. આ Whats Appનું માલિશસ વર્ઝન હોય તેવું લાગી રહ્યું છે. જો ભૂલથી પણ તમે આ એપ ડાઉનલોડ કરી લેશો તો મોટી મુસીબત ઉભી થઈ શકે છે.
આ ફેક એપ ગૂગલ પ્લે સ્ટોર પર ‘Update Whats App Messenger’ના નામથી દેખાઈ રહી છે, તે સાથે જ તેના ડેવલપરનું નામ ‘Whats App Inc’ છે. આ એપને ચેક કરવાથી ખબર પડશે કે તેને અત્યાર સુધી 5 હજાર લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે.
આટલું જ નહીં પ્લે સ્ટોર પર આ જ નામથી આ એપનો અન્ય એક વર્ઝનમાં અવેલેબલ છે જેને હાલ 10 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ઑરિજીનલ Whats Appને ગૂગલ પ્લે સ્ટોરમાં લગભગ 1 બિલિયન ડાઉનલોડ્સ છે.
આ ફેક એપની જાણકારી સૌથી પહેલા Whats App ટ્રેકિંગ વેબસાઈટ દ્વારા અપાઈ હતી. આ વેબસાઈટને આ નકલી એપને ડાઉનલોડ ન કરવાની ચેતવણી આપી છે.