એપલ કંપનીએ આ વર્ષે તેના બે મોડેલ iPhone 8 અને iPhone 8 plusને માર્કેટમાં મુક્યા છે. ભારતમાં iPhone 8ની શરૂઆતની કિંમત છે 64,000 જયારે iPhone 8 plusની કિંમત છે 73,000. યુરોપિયન દેશોની સરખામણીમાં ભારતમાં મળતા ફોનની કિંમત ઓછી છે.
Cuponationને એક સર્વે તૈયાર કર્યો હતો જેમાં દુનિયાના તમામ દેશોમાં મળતા ફોનની કિંમત સરખાવાઈ હતી.આ સર્વે પ્રમાણે હંગેરી દેશમાં સૌથી ઊંચી કિંમતે iPhone મળે છે. જ્યાં આ ફોનની કિંમત 66,805 છે. ઇટલીમાં આ ફોનની કિંમત 65,170 છે.
એપલ કંપની જયારે પણ તેનું નવું મોડેલ લોન્ચ કરે છે ત્યારે આપણા કેટલાક ભારતીયો અમેરિકામાં રહેલા તેમના સ્વજન પાસેથી આવા ફોન મંગાવે છે જે પ્રમાણમાં ખુબજ સસ્તું પડે છે. આ વખતે પણ આવુજ છે યુએસમાં iPhone 8ની કિંમત 45,204 છે. એક સર્વેક્ષણ પ્રમાણે iPhone ખરીદવા માટે બીજો કોઈ સારો દેશ હોય તો તે જાપાન છે જાપાનમાં iPhone 8ની કિંમત ભારતની સરખામણીમાં 18,260 ઓછી છે. સયુંકત અરબ અમીરાતમાં આઈફોનને 50,161 રૂપિયામાં ખરીદી શકાય છે.
ભારતમાં iPhone 8 અને iPhone 8 plus બીજા દેશોના પ્રમાણમાં થોડો સસ્તો મળે છે.
એપલ કંપની પોતાની દસમી વર્ષગાંઠ નિમિતે iPhone X લોન્ચ કરશે। આઈફોનની સ્પેશ્યિલ એડિશન ગણાતા આ ફોનની કિંમત રહેશે 89,000 જ 3 નવેમ્બરથી મેળવી શકાશે
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.