એપલના અત્યાર સુધીના સૌથી મોંઘા iPhone Xનું વેચાણ શુક્રવારથી શરુ થઈ ગયું છે. દેશભરમાં આઈફોન લવર્સમાં આ માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આઈફોનના ઈન્ટીરિયર પર રિસર્ચ કરતો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ફોનને લગતી એક ખાસ વાત જાણવા મળી છે.
તમને જાણીને નવાઈ લાગશે, પણ આઈફોન Xમાં એક નહીં પણ બે બેટરી મુકવામાં આવી છે. આનો અર્થ એ છે કે એપલે અન્ય કોઈ કૉમ્પોનન્ટનો ઉપયોગ કરવાને બદલે બે બેટરી શામેલ કરી છે, એટલે કે પાવરને બે અલગ-અલગ પેક્સમાં વહેંચી દીધુ છે. સ્પેસ વધારવા માટે ફોનમાં આ બેટરીને L શેપમાં અરેન્જ કરવામાં આવી છે.