રિલાયન્સ જિયોએ પોતાના પ્લાન્સમાં ફેરફાર કર્યા છે. જિયોએ હવે પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. જેમાં કંપની રોજના 3 GB ડેટાનો પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં યુઝરને રોજનું 3 GB હાઈસ્પીડ ડેટા મળશે. સાથે જ અનલિમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા મળતી રહેશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. મતલબ કે તેમાં કુલ 84 GB હાઈસ્પીડ ડેટા મળશે. રોજનું 3 GB ઈન્ટરનેટ પત્યા પછી પણ અનલિમિટેડ ડેટા ચાલશે પરંતુ તેની સ્પીડ 64 kbpsની થઈ જશે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળશે. આ પ્લાન 799 રૂપિયાનો છે.
આ ઉપરાંત જિયોનો સૌથી જૂનો પ્લાન 309ના રિચાર્જનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. જેમાં આ રિચાર્જ કરવા પર યુઝરને હવે 49 દિવસની વેલિડિટી મળશે. તેમાં યુઝરને 49 GB 4 G ડેટા મળશે. આ ડેટા રોજનો 1 GB મળશે. જોકે 1 GB ખતમ થયા બાદ સ્પીડ ઘટી જશે. પરંતુ અનલિમિટેડ ઈન્ટરનેટ ચાલતું રહેશે. આ ઉપરાંત પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે.
આ સાથે જ રિલાયન્સ જિયોએ 52 રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં 7 દિવસની વેલિડિટી મળશે. જેમાં યુઝરને 7 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને ઈન્ટરનેટની સુવિધા મળશે. પરંતુ કંપની યુઝરને તેમાં 0.15 GBની સ્પીડથી ડેટા મળશે.