નવી દિલ્હી: રીલાયન્સ જીઓ પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર લઈને આવ્યું છે. નવી ઓફર અંતર્ગત કંપની હવે 600થી વધુ શહેરોમાં જીઓ સિમની ડીલેવરીની સાથે JioFi 4G હોટસ્પોટ પણ 90 મિનિટની અંદર પહોચાડશે.
કંપની દ્વારા આ પહેલા જીઓ સિમ ઘરે પહોચડવાની સેવા ભારતના 600 શહેરોમાં શરૂ કરી હતી. આ માટે ગ્રાહકે જીઓની વેબસાઇટ પર જઈને રિકવેસ્ટ નાખવાની રહેશે, અને પિનકોડ પર ડીલેવરી છે કે નહીં તે પણ ચેક કરવાનું રહેશે. ત્યારબાદ ગ્રાહક દ્વારા આપવામાં આવેલા ઇ-મેલ આઇડી પર ઇનિવિટેશન મેઇલ કરવાનો રહેશે.
જીઓ સિમને ઘરે પહોચાડવા માટે પહેલા MyJio એપ ડાઉનલોડ કરી તેમાં કૂપન જનરેટ કરવાનું રહેશે, ત્યારબાદ ડીલેવરી માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જે માટે આધાર નંબર પણ આપવો જરૂરી છે.