એચએમડી ગ્લોબલે ભારતમાં Nokia 5ને લોન્ચ કર્યો છે. આ મોડેલમાં 3 GB રેમ આપવામાં આવી છે અત્યારેતો આ ફોનનું વેચાણ ફક્ત ઈ-કોમર્સ વેબસાઈટ flip kart પર ૭ નવેમ્બરથી મળશે જયારે ૧૪ નવેમ્બરથી તમામ રીટેલ સ્ટોર પર ફોન મળશે આ ફોન બે કલર્સમાં મળશે મેટ બ્લેક અને બ્લુ જેની કિમત ૧૩,૪૯૯ છે.
આ સ્માર્ટ ફોનમાં ક્વોલકોમ સ્નેપ ડ્રેગન ૪૩૦ પ્રોસેસર આપવામાં આવી છે 5.2 ઇચના એચડી ડિસ્પ્લેવાળા આ ફોનમાં 16 GB ઇન્ટરનલ મેમરી અને માઈક્રો એસડી કાર્ડથી 128 GB વધારાની મેમરી વધારી શકાશે
ફોટોગ્રાફીમાટે ૧૩ મેગાપીક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. નોકિયા 5 એન્ડ્રોઇડ નુંગટ પર ચાલે છે, પરંતુ તે ટૂંક સમયમાં Android ના નવા વર્ઝન Oreo હશે. કનેક્ટિવિટી અને સેન્સર્સની વાત કરો તો તેમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને જિયરોસ્કોપ સેન્સર વાઇફાઇ, જીપ્સ અને એનએફસી જેવી કે સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવે છે. તેની બેટરી 3,000 એમએએચની છે.