સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક હવે માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ વન સ્ટોપ શોપ જેવું બની રહ્યું છે. અહીંયા માત્ર મિત્રો સાથે વાતચીત નથી થતી પરંતુ ખરીદ વેચાણ પણ થાય છે. હાલમાં જ ફૂડ ડિલિવરી સર્વિસ પણ શરૂ કરવામાં આવી જે થર્ડ પાર્ટી વેન્ડર દ્વારા યુઝર સુઘી સામાન પહોંચાડે છે.
હવે કંપની તૈયારી કરી રહી છે કે ફેસબુક દ્વારા યુઝર એકબીજાને પૈસા પણ મોકલી શકે. જોકે આ પહેલાથી જ ફેસબુક મેસેન્જરમાં પણ પૈસા મોકલવાનું ફીચર છે, જે લિમિટેડ છે. રિપોર્ટ મુજબ ફેસબુક જલ્દી જ રેડ ઈનવેલપ ફીચરનું ટેસ્ટિંગ કરવાનું છે. જેના દ્વારા યુઝર આ પ્લેટફોર્મ પરથી પૈસા મોકલી શકશે. તેનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે.
એક રિપોર્ટ મુજબ ફેસબુકે આ વાતની પુષ્ટી કરી છે કે આવનારા સમયમાં નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરશે. જોકે ફેસબુકે તેના વિશે વધારે વાત કરવાની મનાઈ કરી છે. આ મુદ્દે ફેસબુકના પ્રતિનિધિએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ફેસબુક હંમેશા નવી પ્રોડક્ટના એક્સપિરિયન્સનું ટેસ્ટિંગ કરતું રહે છે, પરંતુ આ સમયે આ ખાસ ફીચર્સ વિશે વાત કરી શકાય તેમ નથી.