નવી દિલ્હી : વનપ્લસ 22 જુલાઈએ એક નવો સ્માર્ટફોન વનપ્લસ નોર્ડ 2 5G ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. ફોનની સાથે કંપની આ ઇવેન્ટમાં તેના વનપ્લસ બડ્સ પ્રો ટીડબ્લ્યુએસ પણ રજૂ કરશે. વનપ્લસ બડ્સ પ્રો વિશે કંપનીએ વધારે માહિતી આપી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની અગાઉના વનપ્લસ બડ્સનું અનુગામી સંસ્કરણ હોઈ શકે છે, જેની કિંમત 4,990 રૂપિયા છે. બીજી બાજુ, જો આપણે વનપ્લસ નોર્ડ 2 5G વિશે વાત કરીએ, તો આ ફોનની કેટલીક સુવિધાઓ મળી આવી છે.
કંપનીએ જણાવ્યું છે કે આવનારા ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 ચિપસેટ આપવામાં આવી છે. વનપ્લસ નોર્ડ 2 5Gમાં 6.43-ઇંચનું એમોલેડ ડિસ્પ્લે હશે, જે 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે આવે છે.
આ સિવાય તાજેતરમાં 91 મોબાઈલ્સએ વનપ્લસ નોર્ડ 2 ના રેન્ડરની ઝલક બતાવી હતી, જેમાં ફોનની ડિઝાઇન બહાર આવી હતી. તે જોવામાં આવ્યું હતું કે આવનારી વનપ્લસ નોર્ડ 2 ની ડિઝાઇન કંપનીના વનપ્લસ 9 ની જેમ ખૂબ સરખી હોઈ શકે છે.
50 મેગાપિક્સલનો કેમેરો મળશે
આગામી ફોનમાં એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે અને એવી અપેક્ષા છે કે તેમાં 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. કેમેરા તરીકે, આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર આપવામાં આવશે.
સેલ્ફી માટે, વનપ્લસ નોર્ડ 2 5Gમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે. પાવર માટે, વનપ્લસ નોર્ડ 2 5Gમાં 4,500 એમએએચની બેટરી આપવામાં આવશે, જે 30 ડબલ્યુ અથવા 65 ડબલ્યુના ઝડપી ચાર્જિંગ સાથે આવશે.