છેલ્લા કેટલાક મહિનાઓથી Paytm મેસેજિંગ ફિચર લાવવાની તૈયારીમાં હતું, ડિઝિટલ પેમેંટ એપે પોતાની મેસેજિંગ સેવા Paytm Inbox શરૂ કરી છે. આ મેસેજિંગ સેવાથી યુઝર્સ બીજા સાથે આસાનીથી વાત ચિત કરી શકશે। આ Paytm Inboxમાં મેસેજ સિવાય વિડીયો ફોટાઓ મોકલવાના ઓપશન મળશે Paytm અત્યાર સુધી વોલેટ એપ હતી પણ આ નવા ફીચર્સથી મેસેજ પણ કરી શકાશે।
કંપનીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે અમારી આ સર્વિસ ખુબજ ફાસ્ટ અને સિમ્પલ છે તમે તમારા દોસ્તો, સમ્બન્ધીઓને ચેટ કરતા કરતા પૈસા મોકલી શકશો। તમારા નજીકની દુકાન પર સામાન ખરીદવા માટે દુકાનદાર સાથે ચેટ કરી તમારો ઓર્ડર આપી શકશો।
આ સર્વિસ Paytm Inboxમાં એક ખાસ અપડેટ આપવામાં આવી છે તમે તમારો મેસેજ કર્યા પછી ડિલીટ કરી શકશો વૉટ્સઍપમાં હમણાં જ આ ફીચર્સ ઉમેરાયું આમ જે માઇનોર પ્રોબ્લેમ વૉટ્સઍપમાં હતા તે હવે Paytm Inboxમાં નહિ નડે.
Paytm Inbox યુઝર કોન્ટેક્ટ લિસ્ટ પર જઈ કોન્ટેક્ટ સિલેક્ટ કરી ચેટિંગ કરી શકશે સેમ વૉટ્સઍપ ચેટિંગની જેમજ આ Paytm Inbox ચેટિંગ સર્વિસમાં ચેટ કરતા કરતા પૈસા મોકલી કે મેળવી શકશો