નવી દિલ્હી :શાઓમીની સબ બ્રાન્ડ પોકો (POCO) સ્માર્ટફોન ભારતમાં લોકપ્રિય છે. કંપનીએ હવે પોકોના બે મોડેલની કિંમત ઘટાડવાની જાહેરાત કરી છે. પોકો એમ 2 અને પોકો સી 3 (POCO M2 અને POCO C3) સસ્તા કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ નવી કિંમત વિશે.
પોકો એમ 2 ની કિંમત હવે ભારતમાં 9,999 રૂપિયાથી શરૂ થશે. અગાઉ આ સ્માર્ટફોનની કિંમત 10,999 રૂપિયાથી શરૂ થતી હતી. પોકો એમ 2 નું 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ પણ 1,500 રૂપિયામાં સસ્તું થઈ ગયું છે અને હવે તે 10,999 રૂપિયામાં મળશે.
પોકો સી 3 ની વાત કરીએ તો આ સ્માર્ટફોનના 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 7,499 રૂપિયાથી શરૂ થશે. 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 8,499 રૂપિયાથી શરૂ થશે. આ પહેલા તેની કિંમત 8,999 રૂપિયા છે.
પોકો એમ 2 માં 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે અને તે મીડિયાટેક હેલિઓ જી 80 પ્રોસેસર પર ચાલે છે. પોકો એમ 2 માં ચાર રીઅર કેમેરા છે. પ્રાથમિક કેમેરો 13 મેગાપિક્સલનો છે, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ છે, 5 મેગાપિક્સલનો ત્રીજો કેમેરો છે જ્યારે 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે.