નવી દિલ્હી : પોકો એમ 2 પ્રો (Poco M2 Pro)નો આગામી સેલ 30 જુલાઈએ ભારતમાં યોજાશે. પોકો ઇન્ડિયાએ ટ્વિટર દ્વારા આ માહિતી આપી છે. કંપનીએ આ મહિનાની શરૂઆતમાં આ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો અને તેનો પહેલો સેલ 14 જુલાઈ મંગળવારે યોજવામાં આવ્યો હતો. કંપની તરફથી પોકો એફ 1 અને પોકો એક્સ 2 પછી પોકો એમ 2 પ્રો ભારતીય બજારમાં ત્રીજો સ્માર્ટફોન છે.
પોકો એમ 2 પ્રોના 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે, 6 જીબી + 64 જીબી વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે અને 6 જીબી + 128 જીબી વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. ગ્રાહકો માટે ત્રણ રંગ વિકલ્પો – બ્લુ, ગ્રીન અને ગ્રીનર અને બ્લેકના બે શેડ ઉપલબ્ધ રહેશે.
પોકો ઇન્ડિયાના ટ્વિટ મુજબ, પોકો એમ 2 પ્રોનું વેચાણ ફ્લિપકાર્ટથી 30 જુલાઈએ બપોરે 12 વાગ્યાથી થશે. પોકો એમ 2 પ્રો માટે ફ્લેશ વેચાણ આ અઠવાડિયાની શરૂઆતમાં શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, તેનો સ્ટોક ઉપલબ્ધ થતાની સાથે જ તે ખાલી થઈ ગયો. કેટલાક ગ્રાહકોએ પણ આ અંગે મર્યાદિત ઉપલબ્ધતા અંગે ફરિયાદ કરી હતી.