ભારત દેશભરમાં 4 G નેટવર્કનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે વિકસિત દેશો 5 G તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. દુનિયાભરના વિકસિત દેશો વહેલીતકે 5 G લાવવાનો અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છે. બની શકે કે 2020 સુધી મોબાઈલ નેટવર્ક્સની પાંચમા જનરેશનની ટેક્નોલોજી એટલે કે 5 G દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતી થઈ જશે.
5 Gની ચર્ચા તો લાંબા સમયથી ચાલી રહી છે પણ આખરે 5 G સ્માર્ટફોનની એક ઝલક જોવા મળી છે. ચિપમેકર કંપની ક્વૉલકોમે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે, તેમની પ્રોટોટાઈપ ડિવાઈસ તૈયાર છે. આ ડિવાઈસ રેફરન્સ ડિઝાઈન છે, જેનો ઉપયોગ ટેસ્ટિંગ માટે કરવામાં આવશે.
ક્વોલકોમમાં LTE & 5 G મોડેમ્સના માર્કેટિંગ હેડ શેરીફ હન્નાએ આ ડિવાઈસનો ફોટો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ ડિવાઈસ મલ્ટી-મોડ હશે, એટલે કે તે 2 G, 3 G, 4 G નેટવર્કને પણ સપોર્ટ કરશે. ક્વૉલકોમ અત્યારે પોતાની પેરેન્ટ કંપની સોફ્ટબેન્ક સાથે મળીને 5 G ટેક્નોલોજીને ડેવલોપ કરવા પર કામ કરી રહ્યો છે. કંપનીનો દાવો છે કે જો તેમનું કામ યોગ્ય દિશામાં ચાલતું રહેશે તો 2019 સુધીમાં માર્કેટમાં 5 G સ્માર્ટફોન આવી જશે,