ગેમના શોખીનો માટે ગેમિંગ કંપની તરીકે પ્રખ્યાત Razer 8 GB રેમ વાળો ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનની વિશેષતા તેની ડિસ્પ્લે અલ્ટ્રામોશન ડિસ્પ્લે છે, તેની સાથે સાથે ફ્રંટમાં ડ્યુઅલ એમ્લીફાયર સાથે સ્ટીરીયો સ્પીકર પણ આપવામાં આવ્યા છે।
Razer Phoneની કીમત ૪૫,૦૦૦ રાખવામાં આવી છે ૧૭ નવેમ્બરથી ગ્રાહકો આ ફોન ખરીદી શકશે આ ફોન ફકત GSM વર્જન ધરાવે છે એટલેકે CDMA વર્જન માટે હજુ થોડી રાહ જોવી પડશે આ સાથે જ કંપનીએ નિયોન ગ્રીન કલરના લોગો વાળી સ્પેશિયલ એડીશન પણ માર્કેટ માં મૂકી છે.
Razer Phoneમાં પહેલી વાર ક્વોલકોમનું ક્વિક ચાર્જ 4+ સપોર્ટ કરશે। આ સ્માર્ટ ફોન એન્ડ્રોઈડ ૭.૧૧ નુગટ પર ચાલશે થોડા સમયમાં એન્ડ્રોઈડ ઓરીયો સપોર્ટ આપવામાં આવશે
કનેક્ટિવિટીની વાત કરીએ તો આમાં Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 4.2, NFC, 4 G અને 3 G સપોર્ટ આપવામાં આવ્યા છે. ફોનની બેટરી 4000 mAhની 4+ને સપોર્ટ કરે છે જેનું વજન 197 ગ્રામ છે