નવી દિલ્હી : શાઓમી રેડમી નોટ 9 ટી (Redmi Note 9T 5G) 8 જાન્યુઆરીએ લોન્ચ થશે. કંપનીએ આ માહિતી તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આપી છે. લોન્ચિંગ પહેલા કંપનીએ તેનો ઓફિશિયલ લુક પણ બહાર પાડ્યો છે, જેમાં પાછળની પેનલની ડિઝાઇન જોઇ શકાય છે. રેડમી નોટ 9 ટી 5 જી સપોર્ટ સાથે આવશે અને તે શાઓમીની રેડમી નોટ 9 સિરીઝનો ભાગ હશે.
કંપનીના વૈશ્વિક ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ્સ અનુસાર, રેડમી નોટ 9 ટી 8 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે જીએમટી +1 (સાંજે 5:30 વાગ્યે IST) પર રજૂ કરવામાં આવશે. શાઓમી આ માટે વર્ચુઅલ ઇવેન્ટ યોજશે, જે કંપનીના સોશિયલ મીડિયા ચેનલો અને યુટ્યુબ પર લાઇવસ્ટ્રીમ થશે.
કંપનીએ આ આગામી ફોનની કિંમત હજી જાહેર કરી નથી. જો કે, ડ્રોઇડહોલીકના અહેવાલમાં એમેઝોન લિસ્ટિંગને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેના 4 જીબી + 64 જીબી વેરિએન્ટની કિંમત 229.90 યુરો (આશરે 20,700 રૂપિયા) થશે અને નાઈટફાલ બ્લેક અને ડેબ્રેક પર્પલમાં આપવામાં આવશે.
પબ્લિકેશન દ્વારા પણ પોતાના રિપોર્ટમાં રેડમી નોટ 9 ટીની કેટલીક સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.53 ઇંચની ફુલ-એચડી + ડિસ્પ્લે હશે અને તે મીડિયાટેક ડાયમેન્સિટી 800 યુ પ્રોસેસર સાથે લોંચ કરશે.