Appleના સુપર પ્રીમિયમ iPhone Xનું વેચાણ ભારતમાં 3 નવેમ્બરથી શરુ થઇ ગયું છે.આ ફોન માટે લોકોની દીવાનગી એટલી છે કે લોકો દિવસો સુધી લયનમાં ઉભા રહ્યા હતા. આમ પણ Appleના iPhone હોવા હવે એ માત્ર દેખાવ જ નહિ સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે. આ સાથે જ iPhone Xના વેચાણ થતાની સાથે જ તેની સ્પર્ધક કંપની Samsungએ Appleની મજાક ઉડાવતો વિડીઓ જાહેર કર્યો હતો આ વિડીયોમાં Appleના ૧૦ વર્ષના તમામ iPhoneના ફીચર્સની પોતાના સ્માર્ટ ફોન સાથે સરખામણી કરી iPhoneની મજાક કરતાં વિડીયો શરુ કર્યા છે.આ વિડીયોમાં Samsungએ iPhoneથી ઉતરતો બતાવ્યો છે.
આ વિડીયોમાં Samsungએ એવું પણ બતાવ્યું છે કે કેવી રીતે ટેકનોલોજીમાં iPhone તેનાથી પાછળ છે. વિડીયોમાં એવું બતાવ્યું છે કે એક યુવક સતત દર વર્ષે Appleના iPhone ખરીદે છે પણ તેને ફીચર્સમાં જોયે તેવી ટેકનોલોજી મળતી નથી છેવટે થાકીને આ યુવક Samsung ગેલેક્સી-૮ ખરીદે છે. Samsung કંપની આવું આ પહેલા પણ કરી ચુકી છે.તમને જણાવી દઉં કે Appleનો પહેલો iPhone 2007માં લોન્ચ થયો હતો.
સ્પર્ધાત્મક યુગમાં સ્પર્ધા કઈ ખોટી નથી પણ એક બીજાને માત આપવાની આ વાતમાં એકબીજાને ઉતારી પાડવાથી ક્યારેય કોઈનું હિત સચવાતું નથી હોતું જોવાનું એ છે કે આગળ હવે શું થશે.