નવી દિલ્હી : સેમસંગે તાજેતરમાં ભારતમાં ગેલેક્સી નોટ 10 લાઇટ (Galaxy Note 10 Lite) લોંચ કર્યો છે. તેનું વેચાણ શરૂ થઈ ગયું છે. તમે તેને એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત ઓફલાઇન રિટેલ સ્ટોર્સથી ખરીદી શકો છો. ગેલેક્સી નોટ 10 લાઇટ ત્રણ કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે.
ગેલેક્સી નોટ 10 લાઇટની કિંમત 38,999 રૂપિયા છે. આ કિંમતે તમને 6 જીબી રેમ વેરિએન્ટ મળશે. જો તમારે 8 જીબી રેમ વેરિએન્ટ ખરીદવું હોય તો તમારે 40,999 રૂપિયા ખર્ચ કરવા પડશે.
ગેલેક્સી નોટ 10 લાઇટ સાથે આપવામાં આવતી ઓફર્સ વિશે વાત કરતાં અહીં 5000 રૂપિયાની વધારાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય નો કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ પણ હશે, જે અંતર્ગત વપરાશકર્તાઓ બજાજ ફિન્સર્વ દ્વારા દર મહિને 3,249 રૂપિયાનો ઇએમઆઇ આપીને તેને ખરીદી શકશે. ગેલેક્સી નોટ 10 લાઇટમાં 6.7 ઇંચનું ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળશે.