નવી દિલ્હી : દક્ષિણ કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે તેના ફ્લિપ સ્માર્ટફોન ગેલેક્સી ઝેડ ફ્લિપની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોન હવે 7,000 રૂપિયા ઓછામાં ખરીદી શકાય છે.
ગેલેક્સી ઝેડ ફ્લિપને ભારતમાં 1,15,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, હવે કિંમત ઘટાડા પછી તમે તેને 1,08,999 રૂપિયામાં ખરીદી શકો છો. નોંધનીય છે કે આ કંપનીનો પ્રીમિયમ સેગમેન્ટ સ્માર્ટફોન છે અને તેમાં ફોલ્ડેબલ ડિસ્પ્લે છે.
ગેલેક્સી ઝેડ ફ્લિપ પર આ છૂટ ઉપરાંત ગ્રાહકોને વધારાની છૂટ પણ આપવામાં આવી રહી છે. અપગ્રેડ ઓફર અંતર્ગત ગ્રાહકોને 8,000 રૂપિયાની છૂટ મળશે. ગેલેક્સી ઝેડ ફ્લિપ સાથે 18 મહિના માટે નો કોસ્ટ ઇએમઆઈ પણ આપવામાં આવી રહ્યો છે.