ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર સેમસંગ મોબાઈલ ફેસ્ટિવલની શરુઆત થઈ ગઈ છે. 27 ઓક્ટોબરના રોજ શરુ થયેલા પાંચ દિવસ ચાલનારા આ સેલમાં સ્માર્ટફોન્સ પર 4700 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
જાણો, કયા સ્માર્ટફોન પર કેટલી છુટ મળી રહી છે. Samsung Galaxy A 9 Pro પર 2300 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 25,200 રુપિયા કિંમત ધરાવતો આ સ્માર્ટફોન 22,900માં ઉપલબ્ધ છે.
Samsung Galaxy A 5ના 3 GB/32 GB વાળા મૉડલ પર 4510 રુપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી આ સ્માર્ટફોન 19,990 રુપિયામાં ઉપલબ્ધ છે.
Samsung Galaxy A 7આ સ્માર્ટફોન 4710 રુપિયા ડિસ્કાઉન્ટ સાથે 22,900 રુપિયામાં ઉપલબ્ધ છે. આ ફોનની કિંમત 27,700 રુપિયા છે.
Samsung Galaxy On 5 Pro આ ફોન પર 800 રુપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ફોનની અસલ કિંમત 7990 રુપિયા છે.
Galaxy On 7 Pro 9490 રુપિયાની કિંમત વાળો આ ફોન 8 ટકા છૂટ સાથે 8690 રુપિયામાં મળી રહ્યો છે.
Galaxy J 5 ગેલેક્સી J 5નું 16 GB વાળું મોડલ 900 રુપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે 10,090માં મળી રહ્યું છે.