નવી દિલ્હી : દક્ષિણ કોરિયન ટેક કંપની સેમસંગ આવતા મહિને તેના કેટલાક ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. સેમસંગની 5 ઓગસ્ટે અનપેક્ડ ઇવેન્ટ છે અને આ સમય દરમિયાન કંપની ગેલેક્સી નોટ 20 સિરીઝ લોન્ચ કરશે.
કંપની ગેલેક્સી નોટ 20 સીરીઝનું ટીઝર પહેલા જ રિલીઝ કરી ચૂકી છે. તેને કોપર કલરના વેરિએન્ટમાં લોન્ચ કરી શકાય છે. જો કે આ સિવાય આ ઇવેન્ટમાં વધુ પ્રીમિયમ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર, 5 ઓગસ્ટે, કંપની ગેલેક્સી અનપેક્ડ 2020 ઇવેન્ટમાં પાંચ કરતા વધુ ડિવાઇસ લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં ગેલેક્સી નોટ 20, નોટ 20 અલ્ટ્રા, ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2, ગેલેક્સી બડ્સ લાઇવ, ગેલેક્સી વોચ 3, ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 જી અને ગેલેક્સી ટેબ એસ7 સિરીઝ હોઈ શકે છે.
જો કે, ગેલેક્સી નોટ 20 સીરીઝ સિવાયના સ્માર્ટફોનની પુષ્ટિ થઈ નથી. અન્ય ડિવાઇસીસ વિશે વાત કરતાં, આ ઇવેન્ટમાં કંપની ચોક્કસપણે વાયરલેસ ઇયરબડ્સ સાથે નવી સ્માર્ટ વોચ લોન્ચ કરશે.