જાપાનીઝ ઓટો Suzukiએ ભારતમાં એક નવી ક્રૂઝર બાઇક Intruder 150 લોન્ચ કરી છે તે કંપનીની હાઇ એન્ડ બાઇક ઇન્ટ્રુડર એમ 1800થી ઈન્સ્પાયર છે જેમાં 1,800 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. સુઝુકી ઇન્ટ્રુડરમાં 155 સીસીનું એન્જિન છે અને તેની દિલ્હી એક્સચેંજ શોરૂમ કિંમત 98,340 રૂપિયા છે. બીજુ બાઈક ઈન્ડિયામાં ક્રૂઝર સેગ્મેંટ બાઇક બજાજ એવેન્જરને ટક્કર આપશે
ડીઝાઇનની વાત કરવામાં આવે તો આ Intruder M 1800 સાથે મળતી આવે છે. આ બાઈકને સપૂર્ણપણે ક્રૂઝર કાર બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ બાઈકની ચેસીસ Suzuki Gixxer જેવી જ છે જેને કંપનીએ ભારતમાં ઘણા સમય પહેલા લોન્ચ કર્યા હતા અને તે ખુબજ પોપ્યુલર પણ થયો હતો. એમાં આપવામાં આવેલું એન્જીન 14.8 PS પાવરનું છે. 14 NM ટોર્ક જનરેટ કરે છે.
Intruder 150માં Intruder 1,800ની જેમ ટ્રાયેન્ગલ હેડલમ્પ છે અને ડ્યુઅલ સીટ સેટઅપ છે જે સામાન્ય રીતે ક્રુઝર બાઈક્સમાં જોવા મળે છે આ બાઈકમાં ફ્રન્ટ અને રીઅર બંને ટાયરમાં ડિસ્ક બ્રેક લગાવેલા છે અને સિક્યોરિટી માટે તેમાં ABS સ્ટાન્ડર્ડ પણ છે. તેની સાથે લીડ ટેલ લાઈટ્સ આપવામાં આવી છે.
કંપનીએ દાવો કર્યો છે કે Suzuki Intruder 150 44 કિ.મી. પ્રતિ લિટર માઈલેજ આપે છે. કેટલાક અન્ય ફિચર્સ વિશે વાત કરિયે તો ડ્યુઅલ એક્ઝોસ્ટ છે અને તેમાં ડિજિટલ કન્સોલ છે. Suzuki Intruder માં 17 ઇંચના ત્રણ સ્પૉક એલોય વ્હીલ આપ્યા છે 41 મોનીટરની ટેલીસ્કોપિક ફોર્કની રીઅરમાં 7 સ્ટેપ મોનોશોક છે.
જોવામાં આ બાઈક ખુબજ શાનદાર છે,આ બાઈકની કિંમત લગભગ 16 લાખ રૂપિયા છે. ક્રુઝર બાઇકના શોખીનો માટે હવે બજારમાં એક નવું ઑપ્શન છે અને સાથે સાથે વર્તમાન બજાજ ક્રૂઝર બાઇક એવેન્જર માટે કડક ટક્કર પણ છે. જોકે એવેન્જરની કિંમત Intruderથી આશરે 20 હજાર રૂપિયા ઓછી છે, પરંતુ જો એક સારા ઑપ્શન માર્કેટમાં છે તો લોકો તેને ટ્રાય કરશેજ આમ બાઈકના શોખીનો માટે આ બાઈક સારી રહેશે।