નવી દિલ્હી : ટાટા સ્કાય સમયની સાથે સાથે નવી ઓફર લાવતી રહે છે. હવે કંપનીએ પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફરો રજૂ કરી છે. ટેલિકોમટોકના એક રિપોર્ટ અનુસાર, આ ઓફર હેઠળ, જે ગ્રાહકો ટાટા સ્કાયના 1 વર્ષ કે તેથી વધુ દિવસો માટે સબ્સ્ક્રાઇબ કરે છે તેમને 2 મહિનાની સેવા માટે કેશબેક તરીકે ચૂકવવામાં આવશે. વપરાશકર્તા આ ઓફરનો લાભ ફક્ત એક જ વાર લઈ શકે છે. જોકે, આ ઓફર તે ગ્રાહકો માટે છે કે જેમની પાસે બેંક ઓફ બરોડાનું ક્રેડિટ કાર્ડ છે.
કેવી રીતે મળશે આ નિ:શુલ્ક સેવા
આ નિ:શુલ્ક સેવા મેળવવા માટે, ગ્રાહકોએ ટાટા સ્કાય મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા 1 વર્ષ કે તેથી વધુ સમય માટે રિચાર્જ કરવું પડશે. આ કેશબેક 7 દિવસની અંદર ગ્રાહકના ખાતામાં જમા થઈ જશે. વધુ માહિતી માટે, ગ્રાહકો મોબાઇલ નંબર પર 9283692836 પર મિસ કોલ કરી શકે છે.