ટોક્યો શહેરમાં યોજાયેલા મોટર શો 2017માં Yamahaએ પોતાનું બેસ્ટ મોડેલ સ્પોર્ટ્સ બાઈક Yamaha Niken લોન્ચ કર્યું છે. આ સ્પોર્ટ્સ બાઈકની ખાસિયત છે કે તેમાં ત્રણ પૈડાં છે. LMW ટેક્નોલોજીથી સજ્જ આ બાઈક પોતાના બેલેન્સને કારણે ખાસ છે.જે લોકો સ્પીડના શોખીન છે તેવા લોકો માટે ખાસ તો આ બાઇક બનવવામાં આવી છે.
આ બાઇકના ફ્રન્ટમાં બે પૈડાં અને પાછળ એક પૈડું આપવામાં આવ્યું છે આમ આ બાઈક કંઈક અલગ જ લાગે છે. ત્રણ પૈડાં વાળા આ બાઈકમાં ફ્રન્ટમાં રહેલા બે પૈડાં 15 ઇંચના છે જે સારું બેલેન્સ બનાવી શકશે।
બાઈકની લંબાઈ 2150 mm છે. પહોળાઈ 885 mm છે. ઊંચાઈ 1250 mm છે. આ સાથે જ ટ્રિપલ સિલિન્ડર પણ આપવામાં આવ્યું છે.