નવી દિલ્હી : ચીનની સ્માર્ટફોન કંપની વીવો (Vivo)એ તેના બજેટ સ્માર્ટફોન Vivo Y91i નું નવું 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. હાલમાં આ કિંમત અને વિગતો સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરવામાં આવી નથી પરંતુ મુંબઇ સ્થિત રિટેલર મહેશ ટેલિકોમના ટ્વિટ પ્રમાણે તેની કિંમત રૂપિયા 7990 છે. કંપનીએ ગયા વર્ષે માર્કેટમાં તેનું 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું એટલે કે એક વર્ષ પછી કંપનીએ તેમાં એક નવું વેરિઅન્ટ ઉમેર્યું છે. રેડમી વાય 3 ભારતીય બજારમાં તેનો સૌથી મોટો હરીફ તરીકે જોવામાં આવી રહ્યો છે. બંને ફોન્સ લગભગ સમાન ભાવ છે, પરંતુ રેડમી વાય 3 સ્પેસીફીકેશન્સના સંદર્ભમાં ઘણો આગળ છે.
સ્ક્રીન વિશે વાત કરીએ તો, બંનેમાં લગભગ સમાન સ્ક્રીન સાઇઝ છે. વીવો વાય 91 માં 6.22 ઇંચની ડિસ્પ્લે છે જ્યારે રેડમી વાય 3 માં 6.26 ઇંચની ડિસ્પ્લે છે. બંને એચડી પ્લસ ડિસ્પ્લે છે, જે 1520×720 પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. વીવો વાય 91માં 4030 એમએએચની બેટરી છે, જ્યારે રેડમી વાય 3માં 4000 એમએએચની બેટરી છે પરંતુ બંનેમાં ઝડપી ચાર્જિંગ સપોર્ટ નથી.
વિવો વાય 91 અને રેડમી વાય 3 બંનેમાં એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ છે. પ્રોસેસરની બાબતમાં પણ રેડમી વાય 3 આગળ છે તેમાં ક્વોલકોમનો સ્નેપડ્રેગન 632 પ્રોસેસર છે જે વિવોના સ્નેપડ્રેગન 439 પ્રોસેસર કરતા વધુ મજબૂત છે.