વોડાફોને પોતાના પ્રી-પેઈડ ગ્રાહકો માટે બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં રોજ 1 GB ડેટા અને ફ્રી કોલ્સ આપવામાં આવશે. પહેલો પ્લાન એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે જે લાંબા સમય સુધી રિચાર્જ કરવા માંગતા હોય. જ્યારે બીજો પ્લાન માત્ર 28 દિવસો માટે છે. આ પ્લાન એવા સમયે લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે રિલાયન્સ જિયોએ પોતાના પ્લાન્સમાં કેટલાક ફેરફાર કર્યા છે.
વોડાફોને એક 496 રૂપિયાવાળો પ્લાન રજૂ કર્યો છે, જેમાં 84 દિવસો સુધી રોજ 1 GB ડેટા મળશે, સાથે જ તેમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ STD અને લોકલ કોલ્સની પણ સુવિધા મળશે. આટલું જ નહીં વોડાફોનના 496 રૂપિયાના પ્લાનમાં રોમિંગ દરમિયાન ફ્રી ઈનકમિંગ અને આઉટગોઈંગ કોલ પણ મળશે. કંપનીએ જણાવ્યું કે આ પ્લાનમાં કોલ માટે રોજ માટે અને અઠવાડિયા માટે કોઈ લિમિટ નક્કી કરવામાં નહીં આવે.
આવી જ રીતે વોડાફોને 177 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે, જેની વેલિડિટી 28 દિવસની છે. જેમાં રોજનું 1 GB ઈન્ટરનેટ મળશે સાથે જ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ મળશે. જોકે તેમાં ગ્રાહકનો રોમિંગ દરમિયાન આઉટગોઈંગ અને ઈનકમિંગ કોલની સુવિધા નહીં મળે.