નવી દિલ્હી : શાઓમી (Xiaomi)એ એક પાવર બેંક લોન્ચ કરી છે જે શિયાળામાં પણ તમારા હાથને ગરમ રાખશે. કંપનીએ ઝેડએમઆઈ હેન્ડ વોર્મર પાવર બેંક લોન્ચ કરી છે. તે 5,000 એમએએચની છે અને તેમાં ઝડપી ચાર્જ સપોર્ટ છે.
ઝેડએમઆઈ હેન્ડ વોર્મર પાવર બેંક મોબાઇલ સાથે, શિયાળોની ઋતુમાં તમારો હાથ પણ ગરમ રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર, તે Appleના 5 ડબલ્યુ આઇફોન 12 ચાર્જર સાથે ઝડપી ચાર્જ કરે છે.
આ પાવર બેંકમાં પીટીસી પ્રકારની ટેમ્પરેચર હીટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તે હાથને ગરમ રાખે. કંપનીનો દાવો છે કે તે નિયંત્રિત તાપમાન જાળવણી ધરાવે છે.
શાઓમીના જણાવ્યા મુજબ આ પાવર બેંક ઝડપથી ગરમ થાય છે અને માનવ શરીર માટે જેટલું જરૂરી છે એટલી જ ગરમ થાય છે. આ પાવર બેંક મહત્તમ 52 ડિગ્રી સુધી ગરમ થઇ શકે છે.
ઝેડએમઆઈ હેન્ડ વોર્મર પાવર બેંકની કિંમત સીએનવાય 89 (આશરે 1000 રૂપિયા) રાખવામાં આવી છે. હાલમાં, તે ચીનમાં વેચવામાં આવશે. ભારત ક્યારે આવશે તે સ્પષ્ટ નથી.
આ પાવર બેંકની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો તેનું તાપમાન ઘટી અથવા વધી શકે છે. 2 થી 4 કલાક માટે તાપમાન મેન્ટેન રહે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તે 54 મિનિટમાં આઇફોન 12ને સંપૂર્ણ રીતે ચાર્જ કરી શકે છે.