ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi એ જુલાણીમાં મોટી સ્ક્રીન વાળો સ્માર્ટફોન Mi Max 2 ભારતમાં લોન્ચ કર્યો હતો. 6.44 ઇંચ સ્ક્રીન વાળા આ ફેબલેટની કિંમત લોન્ચ સમયે 16,999 રુપિયા હતી. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર તે અત્યારે ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.
ફ્લિપકાર્ટ પર Xiaomiના આ સ્માર્ટફોન પર 1000 રુપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફોન તમે 15,999માં ખરીદી શકો છો. આ સિવાય સ્માર્ટફોન પર 15000 સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ 149 રુપિયામાં બાયબેક ગેરંટી પણ આપે છે, જેનાથી તમે ફોન એક્સચેન્જ કરાવો ત્યારે સારી વેલ્યુ મળશે. એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
Mi Max 2માં 6.44 ઇંચ ફૂલ HD ડિસ્પ્લે 1080×1920 પીક્સલ રીઝોલ્યુશન સાથે આવશે. તેમજ ડિસ્પ્લેને કૉર્નિંગ ગોરિલા ગ્લાસ 4 વડે સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. આ ડિવાઈસ કંપનીનાં પોતાના MIUI બેઝ્ડ એન્ડ્રોઈડ 7.0 નુગટ ઑપરેટિંગ સિસ્ટમ સાથે આવશે.
આ સ્માર્ટફોન ઑક્ટા કોર ક્વૉલક્વૉમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર સાથે આવશે. તેમજ આ સ્માર્ટફોનમાં 4 GB રેમ સાથે આવશે. તેમજ 64 GB ઈન્ટરનલ સ્ટૉરેજની સુવિધા છે. તેમજ એક્સટેન્ડેડ મેમરી 128 GB હશે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ હશે. તેમજ તેમાં 12 MP રિયર કેમેરા આવશે. જે સોની IMX386 સેન્સર ડ્યુઅલ એલઈડી ફ્લેશ સાથે આવશે. તેમજ આ સ્માર્ટફોનમાં 5 MP ફ્રન્ટ કેમેરા આવશે. Mi Max 2માં 5,300 mAH બેટરી સાથે ક્વૉલક્વૉમ ચાર્જ સપૉર્ટ સાથે આવશે.