ચીની ટેક્નોલોજી Xiaomiએ અત્યાર સુધીમાં ભારત માટે કોઈ ખાસ સેલ્ફી સ્માર્ટફોન લોન્ચ કર્યો નથી પણ માર્કેટમાં વધતી ગળા કાપ હરીફાઈને જોતા ખાસ સેલ્ફી માટે ભારતમાં પોતાનો નવો ફોન લોન્ચ કરવાનું વિચારી લીધું છે. દિલ્હીમાં ખાસ આ ફોનને લોન્ચ કરવામાં આવશે આ માટે મીડિયાને આમન્ત્રણ આપવાના પણ શરૂ કરી દીધા છે.
Xiaomi ના વાઇસ પ્રેસિડન્ટ અને કન્ટ્રી હેડ મનુ કુમાર જૈને પોતાની ફેસ બુક પોસ્ટ પર આ માહિતી શેર કરતા કહ્યું હતું કે તૈયાર થઇ જાઓ અમારી સાથે બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન ખરીદવા એક બ્રાન્ડ ન્યુ સિરીઝ અમારી પાસે સરપ્રાઈઝ માટે તૈયાર છે.
ઓપો અને વીવો માટે થોડી મુશ્કેલી આવશે, કેમકે આ બન્ને કૅમ્પની પોતાના સેલ્ફી સ્માર્ટ ફોન માર્કેટમાં મૂકી ચુકી છે. જેમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરા વાળા સ્માર્ટ ફોનનો પણ સમાવેશ થાય છે. Xiaomi હવે આ રેસમાં જોડાશે ત્યારે કોમ્પિટિશન ખુબજ વધી જશે ગ્રાહકોને વધુ ઓપશન મળશે ગ્રાહકને આકર્ષવા વધારે મુશ્કેલ બનશે.