ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની બેઠકમાં GST બિલ પાસ કરવામાં આવ્યું. 9 મેના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલને ટેકો આપવા માટે વિધાનસભા બેઠક યોજવામાં આવી હતી. GST બિલની લાંબી ચર્ચા બાદ વિપક્ષના ટેકાથી સર્વાનુમતે વિધાનસભામાં GST બિલને પસાર કરવામાં આવ્યું.
ગૃહ અને કાયદા મંત્રાલયના રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સૂચિત GST બિલને ટેકો આપવા માટે રાજ્યો દ્વારા GST પસાર થવુ આવશ્યક છે. જે જેથી GST પસાર કરવા માટે એક દિવસીય ખાસ સંસદ સત્ર યોજવામાં આવ્યું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ GST બિલ પર સંબોધન કર્યું હતું. વિરોધ પક્ષના નેતાઓ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ પ્રધાનો અને ધારાસભ્યોએ હાજરી આપી હતી.બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સંસદમાં પસાર કરાયેલ GST બિલને ગુજરાત વિધાનસભમાં રજૂ કર્યુ હતુ. જેને વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ બિલને ટેકો આપ્યો.આ વિધાનસભાની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, પરષોત્તમ સોલંકી અને કેશાજી ચૌહાણ ગેરહાજર હતા.
ભારતભરમાં ટેક્સને સમાન કરવા માટે GST બિલ સંસદમાં પસાર કરવામા આવ્યું હતુ. હવે રાજ્યોમાં પણ બિલ પસાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાત બીજેપી સરકાર દ્વાપા 9મી મેના રોજ GST બિલ પસાર કરવા અંગે વિધાનસભાની એક દિવસીય બેઠક બોલાવી છે. આ બિલને પસાર થતાની સાથે જ રાજ્યમાં અલગ લેવામાં આવતાં મનોરંજન અને સુખ સુવિધાના કરને GST બિલમાં આંતરી લેવામાં આવશે. જેથી આ ટેક્સ ગુજરાત રાજ્ય સરકારમાં નહી પરંતુ આ કર GSTમાં લાગુ કરવામાં આવશે.