હાલ માં ભાજપ ની ચિંતન બેઠક અને મોદીજી ની વારંવાર અવરજવર વચ્ચે સૂત્રો નું કહેવું છે કે ફેબ્રુઆરી 2017 માં વિધાનસભા ની ચૂંટણીઓ યોજાઈ શકે છે.અને તે માટે પ્રથમ સપ્તાહ પસંદ કરાય તેવી ગણતરી કરાઈ રહી છે.જોકે હાલ માં પ્રજા નો મૂડ કેવો છે તે જાણવા દરેક એરિયા ની સ્થિતિ ની સ્થિતિ જાણવામાં આવી રહી છે. આગામી 2017-18ના વર્ષ ના બજેટ ને પ્રજાલક્ષી બનાવવા સરકાર ને સૂચના આપી દેવામાં આવી છે. જેનાથી પ્રજાજનો તરફ થી હકારાતમક પ્રતિસાદ મળી રહે તે દિશા માં ધમધમાટ શરૂ થયો છે.