આજ ગાંધીનગર ખાતે કેબીનેટની બેઠક મીળી જેમાં તમામ મંત્રી અને અધિકારીઓ જોડાયા હતા, તમામા અધિકારીઓ અને મંત્રીઓ કેન્દ્ર સરકાના આદેશ અનુસાર માસ્ક પહેરીને આવ્યા હતા. પરંતુ રૂપાણી મંત્રી મંડળ ના એક મંત્રી માસ્ક વિના જ તેમની ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને કેબીનેટની બેઠકમાં પહોચ્યા હતા. કેબીનેટની બેઠકમાં રાજ્ય સરકારના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે માસ્ક પહેરવાનું ટાળ્યું હતું. સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીને લઈ નાગરિકો માટે માસ્ક પહેરવાનું ફરજીયાત છે. શું સરકાર પોલીસ રાજ્ય સરકારના પ્રધાન ઇશ્વરસિંહ પટેલને 200 રૂપિયા દંડ ફટકારશે..? કે પછી મંત્રીજીને કોરોનાનો ડર જ નથી રહ્યો કે પછી મંત્રીજી પાસે કોરોનાથી બચવાનો નવો ફોર્મુલા મળી ગયો છે.