આજે તા.૧૮ મી થી ગુજરાત યુનીવર્સીટીની વિવિધ સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ થઇ ગઈ છે.
પાંચ તબક્કામાં યોજાનાર પરીક્ષાઓ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે જેમાં અંદાજે ૨.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પ્રથમ તબક્કામાં બીએ/ બીકોમ/ અને બીએસસી તેમજ બીબીએ બીસીએ સેમેસ્ટર ૫ તથા એમએ-એ/એમકોમ અને એએમસી ની સેમેસ્ટર ૩ ની પરીક્ષા લેવાશે. અને પાંચ તબક્કામાં યુજી-પીજીની તથા લો સહિતની વિવિધ સેમેસ્ટર ૧, ૩ અને ૫ ની પરીક્ષા લેવાશે.