રાજ્યમાં નશાનો કાળો કારોબાર વધી રહ્યો છે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે નશાના કારોબારની પકડ ઢીલી કરવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ ચાલી રહી છે. તેવા સમયે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી સકીના નામની યુવતી નશીલા પદાર્થ સાથે ઝડપાઈ છે.
જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જિલ્લાભરમાંથી નશાનો કાળો કારોબાર ખતમ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે. તે અંતર્ગત એટીએસમાં કામગીરી કરી જામનગરના એસ.પી તરીકે આવી ભૂમાફિયા સામે દાખલારૂપ કામગીરી કરનાર અધિકારી દિપેન ભદ્રનની સૂચનાથી એ.એસ.પી. નિતેશ પાંડેય અને ડી.વાય.એસ.પી. કૃણાલ દેસાઈના માર્ગદર્શનમાં ર્જીંય્ના પી.આઈ. એસ.એસ.નિનામા અને પી.એસ.આઈ. આર.વી.વીંછીએ પોલીસ કાફલાએ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ટીમો બનાવી વોચ ગોઠવવામાં આવી હતી. જેમા કેટલાક શંકાસ્પદ ચહલપહલ ધરાવતા વિસ્તારમાં ખાનગી રાહે તપાસ પણ શરૂ કરી હતી. ત્યારે જામનગર કાલાવડ હાઇવે પર સાતેક કિલોમીટર દૂર આવેલા ઠેબા ગામના કબ્રસ્તાન નજીકથી ગાંજાના નશાના વ્યવસાય સાથે યુવતી સંકળાયેલા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી જામનગર એસ.ઓ.જી.એ ખાનગી રાહે તપાસ હાથ ધરી રેડ પાડી હતી.
જામનગરના ઠેબા ગામના કબ્રસ્તાન નજીકથી મૂળ સિક્કાની સકીના દાઉદભાઈ ગજણ નામની પરણિત યુવતી છેલ્લા કેટલાક સમયથી આવતી હતી અને તે નશાના કારોબાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેથી શનિવારે મોડી રાત્રે એસ.ઓ.જી નો કાફલો ત્રાટકયો હતો અને સકીના નામની મહિલાને દબોચી લીધી હતી. જેના કબજામાંથી ૬ કિલો ૧૦૦ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા
૭૧,૩૫૦નો મુદ્દામાલ એસ.ઓ.જી ને મળી આવ્યો હતો. આ ઘટનાક્રમ બાદ પોલીસે તેના કબજામાં અન્ય ક્યાંય ગાંજાનો જથ્થો છે કે, કેમ ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત અનુસાર, સકીના નામની આ પરણિત યુવતીના પારિવારિક ઝઘડા પણ ચાલી રહ્યા છે. તે છેલ્લા કેટલાક સમયથી ગાંજાનો જથ્થો હેરાફેરી કરવા લાગી હતી. અગાઉ પણ આ સકીના નામની યુવતી નશાના શોખીનો માટે ગાંજા જેવા માદક અને પ્રતિબંધિત દ્રવ્યોની હેરાફેરી કરી ચૂકી હોવાનું મનાઈ રહ્યું છે. હાલ જે જથ્થો પકડાયો છે તે સુરતથી લેવાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ર્જીંય્ પોલીસે આ અંગે દ્ગડ્ઢઁજીની કલમ હેઠળ પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી યુવતીનો કબ્જાે સોંપી આપ્યો હતો. આ અંગે હાલ પોલીસે વિવિધ દિશાઓમાં વધુ તપાસ આરંભી છે.