note
સરકાર દ્વારા રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટ ચલણમાંથી નાબૂદ કરવાની જાહેરાત બાદ અબજોપતિ પાસે રહેલી કરોડો રૂપિયાની નોટો વ્હાઈટ કરવા માટે કેટલીક બેન્કોએ દલાલની ભૂમિકા ભજવીને પોતાની ઔકાત બતાવી દીધી છે. અને વહેતી ગંગામાં હાથ ધોઈને મોકાનો ફાયદો ઉઠાવવા માટે કેટલીક બેન્કોના ભ્રષ્ટ અધિકારીઓ જ ફૂટી જતા કરોડો રૂપિયા રાતોરાત વ્હાઈટ થઇ ગયા હોવાની શંકા માર્કેટમાં ઉડી રહી છે. કારણકે પૈસાથી બધુજ ખરીદી શકાતું હોવાથી કેટલીક બેન્કોના અધિકારીઓનું ઈમાન પણ કરોડપતિ લોકોએ મોટા કમીશન આપીને ખરીદી લેવાનું ધીરે-ધીરે સપાટી ઉપર આવી રહ્યું છે. આવી ૧૦ જેટલી શંકાસ્પદ કામગીરી કરતી બેન્કોનું લીસ્ટ ઇડી પાસે પહોચી ગયું છે. અને તપાસ શરૂ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.