ભારતનુ એક એવુ શહેર જ્યા 10 વર્ષથી અનેક લોકોએ નોટના દર્શન પણ કર્યા નથી. એક એવુ ગામ જ્યા 10 રૂપિયાની ચા થી લઈને સિગરેટ સુધી બધુ જ પેમેંટ મોબાઈલથી થાય છે. આ બંને સ્થાન પર નોટબંધીના નિર્ણયથી લોકોમાં ન તો 500-1000ની નોટ બદલવાની ટેંશન જોવા મળી કે ન તો ડેલી ખર્ચા પર કોઈ ફરક પડ્યો. અમદાવાદથી 85 કિમી દૂર અકોદરા ગામની. આ જ કારણે અહી છે કેશલેસ ઈકોનોમી…
અકોદરામાં સૌથી ઓછો ભણેલો ગણેલો માણસ પણ આજે મોબાઈલથી પેમેંટ કરે છે. ઉલ્લેખની છે કે દેશમા પહેલીવાર 500 રૂપિયાની નોટ 1987માં આવી હતી. અકોદરા ગામ@ જ્યા ચા થી લઈને સિગરેટ સુધીનુ પેમેંટ થાય છે મોબાઈલથી…
કેવી રીતે થાય છે કેશલેસ ટ્રાંજેક્શન
કૈશલેસ ક્યારે થયુ – એપ્રિલ 2015માં.. જ્યારે ICICI બેંકે આ ગામને દત્તક લીધુ
– ડિઝિટલ ગામ બનાવવાના મિશને કારણે એપ્રિલ 2015માં ICICI બેંકે અકોદરા ગામને દત્તક લીધુ હતુ.
– એ સમયે ગામમાં એક બ્રાંચ ઓપન કરીને બધા લોકોનુ એકાઉંટ ખોલ્યુ. મોબાઈલ નંબરથી 24 કલાક બેકિંગ ટ્રાંજેક્શન સર્વિસ પુરી પાડી
– એકાઉંટની મદદથી મોબાઈલ પેમેંટ કરતા શિખવાડ્યુ. ત્યારથી અહી પાનની દુકાનથી લઈને શાકભાજી દૂધ અને અનાજ સુધી દરેક સ્થાને કેશલેસ ટ્રાંજેક્શન જ થાય છે.
– આ માટે સ્માર્ટફોનની પણ જરૂર નથી પડતી. નોર્મલ મોબાઈલ ફોન પર પણ આ પ્રોસેસ થઈ જાય છે.
– ICICI બેંકના એક કર્મચારી મુજબ આજે ગામના લોકોના 27થી 30 લાખ રૂપિયા અકોદરા બ્રાંચમાં જમા છે.
– ઉલ્લેખનીય છે કે આ ગામ ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના હિમંતનગર ઉપ જીલ્લામાં છે.