રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે બીજી બાજુ, હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે ત્યારે આ વખતની ઉત્તરાયણમાં ઠંડીને કારણે પતંગરસિયાઓની સવારના સમયમાં મજા બગડી પણ શકે છે 14મી જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેવાથી છે પરંતુ પતંગ રસિયાઓની મજા બગડશે નહીં
આ વખતે 14 જાન્યુઆરીએ 11 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.હવામાન વિભાગના મતે આજે અને આવતીકાલે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવ રહેશે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડી પડશે આ સાથે અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે કેટલાક જિલ્લામાં લઘુતમ તાપમાન 8 ડીગ્રી સુધી ગગડવાની શક્યતા છે એ ઉપરાંત ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 30થી 33 કિમીની ઝડપે પવન ફૂંકાશે રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.
તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે આવતીકાલ થી 13 જાન્યુઆરી સુધી રહેશે ઉપરાંત આગામી તારીખ 18 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ ઠંડીનો અસહ્ય ચમકારો જોવા મળી રહ્યો છે મંગળવારે ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડતાં લોકો ઠંડીથી ત્રસ્ત બન્યા હતા મંગળવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 9 ડીગ્રી તાપમાન નોંધાયું હતું ગત સપ્તાહ કરતાં પાંચથી સાત ડીગ્રી તાપમાન ગગડતાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે આજથી લઘુતમ તાપમાનના પારામાં એક ડીગ્રીનો વધારો થશે એનાથી ઠંડીથી સામાન્ય રાહત મળશે ઉત્તરાયણ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફર જોવા મળશે નહિ એવું હવામાન વિભાગનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે.