ગુજરાત માટે ચિંતા
23 એપ્રિલે પ્રાપ્ય ડેટાના આધારે આઇઆઇટી દિલ્હીએ એક નવું ડેશબૉર્ડ પ્રકૃતિ તૈયાર કર્યું. આ ડેશબૉર્ડ બતાવે છે કે 19 રાજ્યો અને 10 જિલ્લાઓમાં ભારતના કુલ ચેપના 60% છે. ડેટા અનુસાર દેશમાં સૌથી વધુ ચેપનો દર (આરઓ) 3.3 ગુજરાતમાં છે. આરઓ એટલે કોઇ બીમાર માણસ એક ગ્રૂપમાં સરેરાશ કેટલા વ્યક્તિને બીમાર પાડી શકે એનો દર. એટલે ગુજરાતમાં દરેક ચેપી વ્યક્તિ સરેરાશ 3.3 લોકોને ચેપ લગાડી રહી છે. રાષ્ટ્રીય સરેરાશ દર 1.8 છે અને 100માંથી માત્ર 28 જિલ્લાઓમાં જ ટ્રાન્સમિશન દર એના કરતા વધારે છે. આ જિલ્લાઓ રાજસ્થાન, યુપી, એમપી, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને પંજાબમાં આવ્યા છે.
આઇઆઇટી દિલ્હીના સંશોધકોએ તાજેતરમાં જે મોડેલિંગ તૈયાર કર્યું એ સૂચવે છે કે સાત રાજ્યોમાં કોરોના રાષ્ટ્રીય દર કરતા વધારે ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ સાત રાજ્યો છે: ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાત. દેશના કુલ કેસોના બે તૃતિયાંશથી વધારે આ સાત રાજ્યોમાં છે.