ગુજરાતમાં 8,954 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેર કર્યા મુજબ કુલ 10,279 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, જેમાંથી 1325 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે. જેથી હવે 8,954 ગ્રામ પંચાયત માટે મતદાન આજે 27 ડિસેમ્બરે થયું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો હોવાથી મતદાનનો પ્રારંભ સાવ ધીમો રહ્યો છે.
રાજ્ય ચૂંટણી પંચના ડેટાને આધારે 8,953 ગ્રામ પંચાયત માટે 52,116 વોર્ડમાં આજે મતદાન થઈ રહ્યું છે. 483 સરપંચ બિનહરીફ થયા છે. તેમજ 27,183 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. હવે કુલ 8527 સરપંચ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સરપંચના હોદ્દા પર 26,813 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
આજે મતદાન કરવા માટે ગામો માં ઉત્સવ નો માહોલ જોવા મળ્યો હતો ગુજરાતમાં ઠંડીનો ચમકારો હોવાથી મતદાનનો પ્રારંભ ધીમો રહ્યો બાદ બપોરે બાર વાગ્યા સુધીમા સરેરાશ 25 ટકા મતદાન નોંધાયું છે. જોકે કેટલીક ગ્રામ પંચાયતમાં વહેલી સવારે ઠંડીના માહોલમાં પણ મતદાન કરવા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. 9 વાગ્યા પછી મતદારો મત આપવા આવ્યા હતા. જેથી ગામની પ્રાથમિક શાળા બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી. જો કે અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.
ગામડાઓ માં મતદાન દિવસ ભારે રસાકસી જેવો બની રહ્યો છે,અને લોકો માં એક અજબ પ્રકાર ની ઉત્સુકતા જોવા મળી રહી છે.