પેટ્રોલ અને ડીઝલ માં ફરી એક વાર ભાવ વધારા નો જાનતા એ સામનો કરવો પડશે ,આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ ભડકે બળતા અને ઓપેકે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેતા ભારતમાં ઇંધણ મોંઘુ થશે, નોટબંધીની પરેશાની જોઇને ભાવ વધારો કદાચ બે તબક્કે પણ જાહેર કરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે
આવતીકાલથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લીટરે પ થી ૬ રૂ. ભાવ વધારો થાય તેવી શકયતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા બે સપ્તાહમાં ક્રુડ ઓઇલનાં ભાવમાં ૧પ ટકાનો વધારો થયો છે. જેનાથી ભારતમાં પેટ્રોલીયમ પ્રોડકટ મોંઘી થશે. એક એ પણ કારણ છે કે , ર૦૦૧ બાદ ક્રુડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે પહેલી વખત ક્રુડ ઓઇલનું પ્રોડકશન ઘટાડવા અંગે પણ નિર્ણય લીધો છે.
નિષ્ણાંતોનું કહેવુ છે કે આ કારણોસર ઓઇલ માર્કેટીંગ કંપનીઓ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કદાચ રૂ.૬નો વધારો કરશે. આવતીકાલે ઓઇલ કંપનીઓ ભાવની સમીક્ષા કરવાની છે. ઉદ્યોગના કેટલાક જાણકારોના કહેવા મુજબ સરકાર કદાચ ગ્રાહકોને આ ખરાબ સમાચાર બે તબક્કામાં પણ આપી શકે કે જેથી રોકડની અછતના હાલના સંજોગોમાં વધારે રાજકીય વિરોધ ન થાય તે માટે જોઈ વિચારી પગલાં ભરાઈ રહ્યા છે.